વ્યક્તિગત ટચ ઉમેરો
તમારું iPad તમારી શૈલી, રુચિઓ અને ડિસ્પ્લે પસંદગીઓને પ્રતિબિંબિત કરી શકે છે. લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરો, હોમ સ્ક્રીનમાં વિજેટ ઉમેરો, ટેક્સ્ટ સાઇઝ ઍડજસ્ટ કરો વગેરે.
કનેક્ટેડ રહો
iPad તમારા માટે મહત્ત્વના લોકો સુધી પહોંચવાનું સરળ બનાવે છે. મેસેજમાં વાર્તાલાપ શરૂ કરો, FaceTime કૉલ કરો—મૂવિ પણ જુઓ અને એકસાથે સંગીત સાંભળો.
iPadથી મલ્ટીટાસ્ક કરો
એક જ સમયે ઘણી ઍપ્સમાં કામ કરવાનું અને તમે જે ઍપ્સનો સૌથી વધુ ઉપયોગ કરો તેમની વચ્ચે સ્વિચ કરવાનું શીખો.
તમારી સર્જનાત્મકતાને વધારો
Apple Pencilથી પોતાને વ્યક્ત કરવાની નવી રીતો શોધો.
iPad યૂઝર ગાઇડ એક્સપ્લોર કરવા માટે પેજની ઉપર આવેલ “અનુક્રમણિકા” પર ક્લિક કરો અથવા સર્ચ ફીલ્ડમાં કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ એંટર કરો.